Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનનો ઉઘાડી પડદો ભીતર ત્યાં શું જોયું ?
સાચુ જ દર્પણ કોઈ ખરેખર ત્યાં શું જોયું?

આંખો ફાડી વિખરાઈ ,જાઓ છો સ્હજે ,
દિવ્યમાં તરબોળી અંદર , ત્યાં શું જોયું?

નીલવર્ણી છે હયાતિ અનંત પ્રકાશિત તું જો,
આભાસી દુનિયા છે ખબર માં ત્યાં શું જોયું?

નીલમણી જ્યાં છે છવાઈ , આનંદ સ્વરૂપે,
દિલદાર તણાએ નગર માં,જઈ‌ ત્યાં શું જોયું ?

પાછા જ વળ્યા પાદરથી , પામી શું લીધું ?
સૃષ્ટિ છે આનંદ તણો સાગર ત્યાં શું જોયું?

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111718785
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now