🙏✋સત નામ સાહેબ✋🙏
એવા પ્રગટ પાંચ તત્વ માં ગુરૂ મળીયા રે...
મને છઠ્ઠા સર્જન હાર સદ્દગુરૂ મળીયા રે...
એવા અંતરયામી આત્મા ગુરૂ મળીયા રે...
મારા ઉલટીયા અપરંપાર...સદ્દગુરૂ મળીયા રે...
એવા નાભી-નાશિકા બીચમે ગુરૂ મળીયા રે...
મને અણી અગર એકતાર...સદ્દગુરૂ માળીયા રે...
એવા ગગન વાજા ગરજ્યા ગુરૂ મળીયા રે...
મને રણજણ રણ રણકાર...સદ્દગુરૂ મળીયા રે...
એવા અખંડ રવિ ઉગિયા રે ગુરૂ મળીયા રે...
મારો મટી ગયો ઘોર અંધકાર...સદ્દગુરૂ મળીયા રે...
એવા તનમાં ત્રિકમ દેખ્યા ગુરૂ મળીયા રે...
મને નુરત લાગી રસધાર...સદ્દગુરૂ મળીયા રે...
ભીમ દાસ કહે હરી ઘટ માં ગુરૂ મળીયા રે...
દેખ્યા તેજ તણા અંબાર...સદ્દગુરૂ મળીયા રે...
🙏🌹જય ગુરુ દેવ🌹🙏