જીવન વહેવડાવ્યું આ સંસાર માં
ન મળ્યો સાર કઈ આ સંસાર માં
જિંદગી ના રૂપરંગ કઈ અજબ દેખાય
નજીક જઈ જુઓ ત્યાં ભડકા દેખાય
ભડકે ભડકે હૈયું બળે આ વ્યથા જઈ ને કયા કહેવાય
બહોત ગઈ થોડી રહી એવું કહેવા માં
જીવન જીવાય કેમ સંતાપ માં
આમતેમ કરવા માં ઘણું ખોવાય મન ની વ્યથા જઈ કયા કહેવાય
જનમ મળ્યો છે એક માનવ તણો
એને કેમ કરી એળે મેલાય
આજ વીતી કાલે નહિ આવે
જીવન જીવો સૌ ખુશ હાલ માં
જીવન વહેવડાવ્યું આ સંસાર માં
ન મળ્યો સાર કઈ આ સંસાર માં
જીવન જીવો સૌ ખુશ હાલ માં
Written by Krupa Thakkar