સ્વર સામ્રાજ્ઞિ સાથે પોતાના મધુર સૂરથી દર્દીઓના દર્દને દૂર કરતાં એવા સ્વર મંજુષા નમ્રતાબહેન શોધન....
જેમણે મારા આ ગીતને પોતાનો મધુર કંઠ આપી સજાવ્યું...
બસ હવે તો ભોલે બાબાને એજ પ્રાર્થના.... હવે તું આવ..
હવે તું આવ.... જગતમાં વસતા સર્વ જીવોને આ રોગમાંથી મુક્ત કરી આનંદિત જીવન આપો....
આભાર બહેન..
' *દેવોનો તું દેવ* '
દેવોનો તું દેવ ...
અરે ઓ ભોલે બાબા દેવ ...
હર હર હર મહાદેવ.....
હવે તું આવ .. હવે તું આવ .. હવે તું આવ....
સકલ વિશ્વમાં એકજ નાણું ,
તારા નામેથી પરખાણું ,
બમ બમ કરતાં ગાતા ગાણું ,
શિવ શક્તિ ની સાથે જાણું ,
ભભૂત લગાવ્યા દેવ...
શિવોહમ્ નાદ જગવ્યા દેવ...
હર હર હર મહાદેવ...
હવે તું આવ ...હવે તું આવ... હવે તું આવ ....
ધખતી ધૂણી તારી પીર ,
તું છો આખા જગનું હિર ,
તું તો કહેવાયો રે ફકીર ,
તારી જટામાં નિર્મલ નીર ,
તું ટાળે સૌના ખેદ ,
વળી તેં દીધા ચારે વેદ ,
હર હર હર મહાદેવ..
હવે તું આવ .. હવે તું આવ .. હવે તું આવ...
એક અરજ હું તુજને યાચું ,
તારું શરણું એકજ સાચું ,
જગમાં શિવ સ્વરૂપા વાચું ,
ૐ નાદના નભમાં રાચું ,
ભભૂત લગાવ્યા દેવ ,
શિવોહમ્ નાદ જગાવ્યા દેવ ,
હર હર હર મહાદેવ ...
હવે તું આવ... હવે તું આવ... હવે તું આવ....
--- હર્ષિદા દીપક