"મનની વાત"
"મા"ના માતૃત્વની હાજરી અનુભવ કરવા મેં વર્ષો રાહ જોઈ.
ત્યાં સુધી તો માતૃત્વને મેં ફોટોમાં જોયું છે.
માતૃત્વને વિડિયોમાં જોયું છે.
વાસ્તવિકતામાં નજર સમક્ષ વ્યક્ત થતું જોયું છે.
ચિંતા કરતું માતૃત્વ ક્યાંક વીડિયોમાં અનુભવાતું જોયું છે.
"મા"નું વ્હાલ બસ થોડું જ મેળવવા સંતાનને રડતા અને લડતા જોઈ છે.
એ સંતાનની "મા"ના વ્હાલ માટે સંઘર્ષમાં પીડા જોઈ છે.
એ સંતાનના કેટલાય નિષ્ફળ સંઘર્ષોની હતાશા જોઈ છે.
"મા"ના વ્હાલ વિનાનું જીવન મેં જીવ્યું છે.
ક્યાંક કોઈ સંતાનને "મા" સાથે જોઈ એ વ્હાલ અનુભવવા નાનો પ્રયાસ કરી લઉં છું.
ફક્ત અનુમાન જ છે કે "મા"નું વ્હાલ આવું હશે.
"મા"ના એ વ્હાલની કામના હજી પણ કામના જ છે.
પણ, કોઈ સંતાન "મા" સાથે હોય તો મલકાઈ લઉં છું.
- દાર્શનિક
(આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)