Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ચક્રવાક-ચક્રવાકી

આકાશી રંગ ઘરી પંખીને
સાંજવેળા દેખાતું જાય, બંધ ભીનાં
પોપચાંમાં ધરબાતું જાય.

નીલરંગી પાંખોમાં ભભરાવી
સપનાંઓ નભ આખું મુકી દે ગિરવે;
સવારમાં ઝાકળમાં ઝીણેરું ચમકીને
વીંઝાતા ટહૂકાને પીધેલું ઝાડ ઊભું દ્રવે.
અાકંઠને આરપાર ચાંચમાં ચાંચ લૈ
વાવડના વાયરાએ ઉંચકાતું જાય.
આકાશી રંગ જોતા પંખીને ....

ધગધગતાં પીંછાંમાં અરમાનો
ગાંઠવાળી મુઠ્ઠીમાં મુકવા પોબાર;
થડ પાસે પડેલાં પોલાણને ઉકેલવા
ઊંચેરી ડાળખીને મૂળિયાંનો ભાર.
અંધારું ઘોર માથે સાગરની પાર
દેખાતું ધબ્ થઈ પલટાતું જાય.
આકાશી રંગ જોતા પંખીને......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now