સાચુ શું ને ખોટુ શું?ના જાણે બિચારો
ને એટલે તો ઝાંઝવા પાળે બિચારો
આંખે લગાવે રોજ ચશ્મા અવનવા એ
એમા વળી શું સત્યને ભાળે બિચારો
ક્યારે છુટીશુ એ જ અવઢવમા રહેતો
કેદી બનીને રાત'દી ગાળે બિચારો
લડ્યા કરે કાયમ સમયને મ્હાત કરવા
રે'તો થઈને તોય સરવાળે બિચારો
શોધે ખુશી જે બ્હાર એ છે એની ભીતર
ના વાત સમજે કોઈ પણ કાળે બિચારો
# કિરણ જોગીદાસ