Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં શાંતિ છે તો રહી જઈએ, ચાલો,
કબર છે તો ફૂલો ધરી જઈએ,ચાલો.

મૃદુ મ્હેંક ભીના ભીરુ સ્વપ્ન-શિલ્પો,
ભીની રેતમાં આળખી જઈએ,ચાલો.

આ દરિયો ય મસ્તક પછાડી રહ્યો છે,
સ્મરણ થોડાં અહીં ઝાટકી જઈએ, ચાલો.

ચલો, પંડિતો ! ડૂબકીદાવ રમીએ,
કૂવાની ભીતર ઉતરી જઈએ,ચાલો.

રદીફ-કાફિયાના ખભે ઊંચકી ને,
ગઝલની લઈ પાલખી જઈએ,ચાલો.

- ભરત ભટ્ટ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now