યાદમાં જો અશ્રુ સઘળાં નીકળે,
આપણા એ દર્દ સરખા નીકળે.
ને મઢ્યા છે શ્વાસ તસ્વીરમાં,
થાય પૂરા એવા સપના નીકળે.
જે મથે છે ભૂલવા જાણે સમય,
નૈ વિચારેલી એ અફવા નીકળે.
છૂટકો ક્યાં દંભ ને જ જીવવો,
ભીતરેથી સાવ મડદાં નીકળે.
આવ માણી લે અધૂરપને હવે,
ધારણાથી પર કો' ઘટના નીકળે.
અર્ચના🌺