ખારાશ લઈ ખયાલે રઝળતા ન આવડ્યું,
અમને સમુદ્ર જેમ ઉછળતા ન આવડ્યું.
દીવો સળગતો જોઉં અને જોઈ હું રહું,
અંધાર સામે એમ પ્રજળતા ન આવડ્યું.
ડૂમો બની જે કંઠમાં અટકી ગયા છે તે,
आंखोथी અશ્રુઓને નીકળતાં ન આવડ્યું.
છૂટેલ બાણ ખૂપી ગયું બ્રહ્મરંધ્રમાં,
અફસોસ એને પાછું ય વળતાં ન આવડ્યું.
થોડા સવાલ સામે તમે પણ ઝૂકી ગયાં
હે,મારા તર્ક તમને ઉખળતા ન આવડ્યું
- ભરત ભટ્ટ