Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન જોઈતી એ પળમાં પળ વિષેની વાત કરવી છે,
પછી ઊંડાને ઊંડા તળ વિષેની વાત કરવી છે.

વિચારી લે આ આંસુ છે નહીં માને જરા તારું
છતાં લે આવ તારે જળ વિષેની વાત કરવી છે.

નિરાશામાં ય આશા રાખતા કર્મો કરીએ ને,
અચાનક આમ મળતાં ફળની વાત કરવી છે.

સુવાસિત થાય ધરતીને ગગન એ પારિજાતોથી,
અને એ અધ ખુલેલા દળ વિષેની વાત કરવી છે.

ઘણી અઘરી છે તું હોં જિંદગી તો પણ કહું છું કે
નથી વળતી જે કળ એ કળ વિષેની વાત કરવી છે.

અર્ચના🌺

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710377
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now