આ મહોબત મને વહી લઇ ગઇ !
યાદ કેવી દરદ ભણી લઇ ગઇ !
વાદળી આભને વળગતી થઈ,
લાજ લહેંજો ય લત લગી લઇ ગઇ !
મૌન મજબૂર, શબ્દ પણ મશહૂર,
જો ગઝલ ગીતને વણી લઇ ગઇ !
આંગળી મેં અતીતની પકડી ,
જે ય ભૂલી'તી એ ગલી લઇ ગઇ !
સહેજ અમથી સ્વભાવમાં ઉષ્મા, આ નયનની બધી હસી લઇ ગઇ !
* નિશિ **
ગાલગાગા લગાલગા ગાગા/