શરીર ઝાંઝવે છે,
ને મન માળવે છે.
ન आंखोमां બીજું,
ભીતર કૈં દ્રવે છે.
હતું એ પ્રથમથી,
હજી છે ,હવે છે.
તને 'હું' સિવાય ક્યાં,
કશું પાલવે છે ?
तें આપેલ ઝખ્મો,
હજી પણ કવે છે.
પ્રતીક્ષા પ્રતીક્ષા,
સતત સંભવે છે.
યુગોથી ક્ષણો આ,
મને ભોગવે છે !
જહન્નમ યા જન્નત,
બધું આ ભવે છે !
ગઝલમાં આ શબ્દો
મને ગોઠવે છે !
ભરત ભટ્ટ