Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તું અને હું*

તું મસ્ત મોજીલો દરિયો,
હું ઠંડી લહેર જાનૂ......
પળેપળ જરુર મને તારી,
મારો શ્વાસ તને હું માનું.....
તું હોય ઊગતો સૂરજ,
હું ખીલતી પહોર જાનૂ.....
તું છે આનંદનો ઉત્સવ,
મારાં જીવનની આશ તને હું માનું ....
તું પૂનમનો ચાંદ,
હું શીતળ ચાંદની જાનૂ....
તું પ્રેમની ભરતી થઈ છલકાતો,
મારાં સદનસીબ તને હું માનું......
તું લાંબો પ્રવાસી પંથ,
હું તેની ધૂળ બનું જાનૂ.....
ડગલે પગલે કચડાઉં છતાં,
મારી મંજીલ તને હું માનું.......

કાજલ કાંજિયા' ફિઝા'

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now