પુરી કવિતા મારી, મારા સ્વમાન પર રહે,
માતૃભૂમિના લખેયેલ બધા ગાન પર રહે.
મારા શબ્દ કરજદાર નથી કોઈ નેતાના,
મસ્તક કપાયને, રાષ્ટ્ર અભિમાન પર રહે.
ચાહતના ચાતક નથી બનવું અમારે અહીં,
શરીરના રક્તની બુંદ, વતનની શાન પર રહે.
વર્ષોથી લખી રહ્યા છીએ ગીત દેશપ્રેમના,
નમે કલમ મારી, તો ધાર બલિદાન પર રહે.
તખ્તાઓને ઠોકર મારવાની અમે હિંમત કરી,
ભલે ખતરો સદા અમારી આ જાન પર રહે.
તમે જેને સમજ્યા માણસ તે ગીધ નીકળ્યા,
જોઈ મૃત દેહ પ્રજાના, તે આસમાન પર રહે.
મનોજના શબ્દમાં મહેક નહિ, અંગાર રહે,
સત્ય, દેશપ્રેમ અને નીડરતા જબાન પર રહે.
મનોજ સંતોકી માનસ