Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામને પાદર મેળે .....

સાયબા મારા લ્હેરીયાની કોરે આજ ટાંકેલા આભલા કાંઈ ચમક - ચમક , ચમક - ચમક થાય રે ....
હાલને એલા ગામને પાદર મેળે જઇને રાસડાની તાલે આપણ લટક- મટક , મટક - લટક ગાય રે .....

પચરંગી કાગળિયે ફરકંતી ફરકડીના વાયરામાં , વાયરામાં દલડું ઉડી જાય રે ..
ગાડે બેસીને ઓલા ઘમઘમતાં ઘુઘરામાં હળવેથી , હળવેથી હૈયું હરખાય રે ..
તગતગતી આંખ્યુંની ફરફરતી પાંપણમાં ઝીણેરું ઝીણેરું ધબકી જવાય રે ....
સાયબા મારા લ્હેરીયાની .....

ફાટફાટ છાતિયુંને આંટીયાળી પાઘડીને જોબનીયે પૂર
ઉભરાય રે ....
સાચવતી હાલું હું ઝાંઝરનો ઝમકારો સૈયર ને કેમ સંભળાય રે ..?
ઢોલ અને ત્રાંસાનાં ઢમઢમતાં ગીત મહીં દલડું કાંઇ હાલક - ડોલક , હાલક - ડોલક થાય રે ....
સાયબા મારા લ્હેરીયાની ......

જીવતરના આંગણિયે અરધ - પરધ પગલાં પાડી ભવભવના ભેરું થઈ હાલીએ ...
સુખ - દુઃખના દિવસો સૌ જાણીને રાસડાની રંગતમાં અજવાળે મ્હાલીયે ...
ધરતીમાં ધબકીને આભને જઈ અડતાં એ જીવતરનાં ચક્કર સમજાય રે ....
સાયબા મારા લ્હેરીયાની ....

----- હર્ષિદા દીપક

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111708484
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now