Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરી કામ થાક્યો તો બેકારી માંગી
બધાને થયું કે ગુનેગારી માંગી

મને એણે બાળક બનાવ્યો ફરીથી,
પછી મારી પાસે સમજદારી માંગી.

મદદ કરવા રાજી થયા સૌ પરંતુ,
આ ચહેરા ઉપર સ્હેજ લાચારી માંગી

કબૂતરને પૂછ્યું કે શું જોઈએ છે?
છે અચરજ કે એણે ગિરફતારી માંગી.

વધારે તો આનાથી શું સાદગી હોય?
નથી કોઈ ઘટનાય ચકચારી માંગી

પછી એ ઊભી છે અરીસાની સામે,
પ્રથમ તો અરીસાની તૈયારી માંગી

મળ્યો ઢાળ ત્યાં ત્યાં ઢળી જે ગયું છે,
એ પાણીની પાસેય ખુદ્દારી માંગી !

આ હાથોથી તલવાર છૂટી નહી તો
ન છૂટી શકે એવી કંપારી માંગી

ન મહેનત કરી, સાધના પણ કરી નહીં,
ચૂકવણું કરીને કલાકારી માંગી

હજી હસતા- હસતા હું જીવી રહ્યો છું
તમે બદદુઆ પણ નથી સારી માંગી.

ભાવિન ગોપાણી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111708001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now