માઈક્રોફિક્શન
એની ઉમર હશે 50-55 વર્ષની...
કોવિડ સ્મશાન માં એનું કામ કોવિડ થી મૃત્યુ પામેલા ઓ ના શરીરને અગ્નિદાહ આપવાનું...
ઝૂંપડામાં રહેતી કાયમ ખાંસતી પત્ની, ભણતો છોકરો, અને પરણવા લાયક છોકરી, એને કાયમ થતું કે આનાથી વધારે આજીવિકા આવે, પણ એવી કોઈ શક્યતા દેખાતી ન હતી...
અત્યાર સુધી આટલી બધી બોડી ઓને અગ્નિસંસ્કાર આપ્યો પણ એને હજુ સુધી કોરોના નું સંક્રમણ થયું નોતું...
એક દિવસ એણે એના ઉપરી પાસેથી રજા લીધી અને પહોંચી ગયો કોવિડ વોર્ડ માં...
2 દિવસ પછી એને ખાંસી આવી,, ટેસ્ટ કરાવ્યો તો કોવિડ પોઝીટીવ હતો પણ એણે દવા ના કરી...
મરતી વખતે એના હાથ માં પેપર નું કટિંગ હતું
'સરકાર હવે સ્મશાન ના કર્મચારીઓ ને કોરોના વોરિયર ગણી, જો કોરોના થી મૃત્યુ પામે તો 25 લાખ રૃપિયા ની સહાય કરશે,
એના મોંઢા પર એક નિરાંત વાળુ હાસ્ય હતું...
જતીન ભટ્ટ (નિજ)