જયલા ! તારા પગમાં પડી છે તિરાડ
ઘરમાંથી નીકળી ને દરવાજે પહોંચ્યાં
તો ય રસ્તેના ખોલ્યાં કમાડ
પગલાં વીણવા જો રસ્તે ઊભું તો રસ્તો ચોગમ વહી જાય રે
પગના શિલાલેખ એવા વંચાયા કે
રસ્તો તસુ ના કપાય રે
નથી ક્યાંય ભીંત કે નથી કોઈ વાડ
જયલા! તારા પગમાં પડી છે તિરાડ
રસ્તે ભૂંસાતી જાય પગની એંધાણી અને પગલાં વટેમારગ જાય
એકલ છે ચાલવું , એકલ છે હોવું ને હોવું અવકાશ પંખી થાય
તારા ધડ પર પડી છે જો ને ! ધાડ
જયલા !તારા પગમાં પડી છે તિરાડ
*કોવિડાનુભૂતિ:૧
જયેન્દ્ર શેખડીવાળા