*ગુજરાત મારો પ્રેમ છે*
ધંધા સુઝ જગમશહુર છે
ગુજરાતી છું મન મગરુર છે
તડકો છાંયો જીવન મંજુર છે
ગુજરાત મારો પ્રેમ છે
પશ્ચિમે દરિયાકાંઠો છે
કચ્છડે સુક્કું રણ છે
દક્ષિણ લીલુંછમ છે
ગુજરાત મારો પ્રેમ છે
કાઠીયાવાડી મીઠી બોલી છે
મેહાણી ચ્યોં ની તળપદી છે
ચતુરાઈ અમદાવાદી છે
ગુજરાત મારો પ્રેમ છે
પારસી જાત નિરાળી છે
શાહ પટેલની ભરમાર છે
અહીં યુવાની અપટુડેટ છે
ગુજરાત મારો પ્રેમ છે
✒️ *ડો. રાજેશ્રી*
*ડો. વિથ એ ડિફરન્સ*