Gujarati Quote in Good Night by Anubhav ni yaad hamesha

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું હોય દરિયો?
અનંત ખારું જળ જ ને !
શું હોય એની પાસે?
જન્મીને તરત મૃત્યુ પામતી લહેરો !
ભીંજાઈનેય ભીંજાવા મથતો આરો !
કો'ક જીવનાં આંસુનાં મોતી !
ભક્ષક જીવો ને પેટમાં અનલ...
ન તરસ છીપાવે
ન જીવ સંઘરે
અમાપ, નકામી ઊછળકૂદનું ઉદાહરણ
એટલે દરિયો.

મારી કડવી ખારાશમાં એ મીઠો ઝરો
મારી ઘેઘૂર લહેરોમાં એની તડપ
મારા સૂકા કિનારે એનો વિસામો
મારી ખાલી આંખમાં એ, જાણે અમર મણિ
મારા ધધગતા આત્માનલનું એ આકાશ
એની ચંચળ તરસને મારા અધરનું મધભર્યું આભાસી ચુંબન
એનું હોવું એટલે મારું અસ્તિત્વ હયાત હોવું
મારી ધૃષ્ટ, નાદાનીઓનો એ જવાબ
હું એનો દરિયો છું...

--નિર્મોહી

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111699089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now