તો પણ બસ છે..
તને ક્યાં ખબર છે,મારા આ દિલ માં કેટલું દુઃખ છે.,નથી જોઈતું કઈ વધારે મારે તમે બસ એક પ્રેમ ભરી નજર આપો તો પણ બસ છે.
કેવી રીતે ધબકે છે આ દિલ મારુ આવ બેસ મારી બાજુ માં અને એ દિલ પર હાથ રાખીને ધબકારા ને મહેસુસ કર તો પણ બસ છે.
જોઈ તારા એ રૂપ ને હું આખી દુનિયા ના નાસા ભૂલી જાવ છું. તમે તમારી એ નશીલી આંખોના બે જામ આપો તો પણ બસ છે.
આપ્યું છે ભગવાને જે રૂપ તમને એ ભગવાન ને એક જ પ્રાથના છે,આખી જીંદગી ભરનો તમારો સાથ મને આપે તો પણ બસ છે.
-ભાવિન ફેફર