પોતાનાં બંને છોકરાઓને ડોક્ટર બનાવીને અમેરિકા મોકલી દેનાર પટેલ કાકા આજે કોરોનાને લીધે હોસ્પિટલમાં વેન્ટીલેટર પર પંદર દિવસ રહીને ઘરે સાજા થઈને પાછા આવ્યા હતા. "અહીંયા કંઈ છોકરાઓનું ભવિષ્ય નથી" એમ દ્રઢપણે માનનાર તેઓ આજે તેમના નાના દિકરાના સહાધ્યાયી ડૉ. અનિકેતના ખુલ્લાં મોઢે વખાણ કરી રહ્યા હતા કે જો અનિકેત હોય નહી અને પોતાનો જીવ બચે નહી. જો કે ડૉ. અનિકેત તો ભારતમાં રહીને જ દર્દીઓની સેવા કરવા માંગતા હતા. સારુ જ છે કે બધા પટેલ કાકા જેવું નથી વિચારતા. નહિતર , ,