પૂછજો તો ખરા!
કહે છે એ સહજતાથી કે હવે 'ફરક પડતો નથી કોઈ વાતથી,
કહે છે એ સરળતાથી કે હવે 'નથી કોઈ અફસોસ જિંદગીમાં,
એને પૂછજો તો ખરા કે 'શુ ખરેખર આવું છે'?
કારણ કે આવું કહેનાર ને જોયા છે અમે કે જેને ખરેખર કંઈ ફરક પડતો હોય,
એમને જિંદગીમાં કોઈક વાતનો અફસોસ પણ હોય છે,
પણ જ્યારે એમને કેટલો ફરક પડે છે,તેમનો અફસોસ કોઈ જોતું નથી,
ત્યારે તે આમ જ કહીને પોતાના મનને મનાવી લે છે!
મૈત્રી બારભૈયા