Gujarati Quote in Story by Shreyash R.M

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉનાળો....

કેવો અજીબ શબ્દ છે. મનમાં એકસાથે બે પ્રતિભાવ જન્માવે. બીજા લોકો ની તો ખબર નહિ પરંતુ મારી સાથે તો આવું જ થાય. એક ભાવ ખુશી નો હોય તો એક ભાવ નિરાશા ના હોય.

એક બાજુ મસ્ત મીઠી હાફૂસ, લંગડો, કેસર, તોતાપુરી જેવી કેરીઓ ખાવા મળે. તો સાથે સાથે ચૈત્ર અને જેઠ મહિના નો તડકો પણ ભોગવવો પડે.

બાળપણમાં ઉનાળો એટલે બસ તડકા માં રમવાની ઋતુ, પરંતુ યુવાની માં એ જ તડકામાં કામ કરવાનો કંટાળો આવે.

ઘણી વખત મને મન થાય કે ભગવાન ને ફરિયાદ કરું કે હે ભગવાન ઉનાળા માં આટલો બધો તડકો શું કામ? પણ પછી ભાન થાય કે આપડે જે અન્ન ખાઈએ છીએ તેના માટે પાણી જોઈએ, અને તે પાણી માટે વરસાદ જોઈએ. જો તડકો ના પડે તો વરસાદ ન થવાના કારણે ભૂખ્યા મરવું પડે અને મુદ્દા ની વાત કે કેરી ખાવા ના મળે.😂

એટલે પછી એમ થાય કે ચલ ને કઈ વાંધો નહિ, કેરી ખાવા માટે આટલો તડકો સહન થઈ જાય.

પણ સાચે જો ઉનાળા માં કેરી ખાવા ના મળતી હોય તો મને ઉનાળો જરાક પણ ના ગમે.😁

Gujarati Story by Shreyash R.M : 111693700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now