રચના અદ્ભૂત એ પ્રભુ ની
હ્દય નીતરતો પ્રેમ રેડી
ઉત્કૃષ્ટ કલા કૃતિ કીધી
મન રૂપે વિશિષ્ટ કૃપાદાન રૂપે આપ્યું
બે કર સ્વરુપે કર્મશક્તિ દાન દીધું
ને દીધા બે પદ્ શ્રમશક્તિ ના રૂપે
અર્વ ખર્વ માં પણ ના ઊપજે
મોલ બહુમોલ કાયા નો
ઘણું દીધું નાથ હવે વધુ નથી માંગવું
"જય"