*નાથ નિરંજન ધારી*
✍🏻 *ગુરૂપદ*
🐚🐚🐚🐚🐚🐚🐚
નાથ નિરંજન ધારી રે અલખ તારી રચના ન્યારી ન્યારી
આ દેહ દેવળમાં મારા સદગુરુ બેઠા નાથ નિરંજનધારી...
નાવે ધોવે ને કરે ચતુરાઈ,ચૌકા કરે ઓલા બ્રહ્મચારી
જગતમુક્તિ નો ભેદ ન જાણે,પાખંડ પુંજે સંસારી...
મન મારી ને સુરતા લગાઈ લે,કરો ગુરુજી સે યારી
ભૂલેલ નર ને જ્ઞાન બતાવે,અધર હાલે અહંકારી...
આ કાયામાં પાંચ ચોર વસે,પાંચેની સુરતા ન્યારી
પાંચ પકડ કે એક કર દો તો,હો જાવે હિરલા હજારી...
બિનરાવન કી કુંજગલીમે વાલો ખેલ ખેલે હજારી
કહે ગુરૂપદ તમે સુનો ને વિનંતી, પાર ઉતરે સંસારી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻