આ સુરત છે મારા દોસ્ત
જેણે અનેક ગર્તામાંથી
બાજી મારી જીત્યું છે જીવ્યું છે
હા, હાલ થોડું
અસ્વસ્થ બન્યું છે
થોડું હાફી રહ્યું છે
ને થોડું ત્રાસી રહ્યું છે
થોડા સ્વચ્છ શ્વાસ ની માટે તરસી રહ્યું છે મારું સુરત
પણ વિશ્વાસ અડગ છે એ ફરીથી ઊઠશે, લડશે, જીતશે અને લાખો ના દીલમાં ધબકશે.
આ સુરત છે મારા દોસ્ત જેણે તોફાનો ને ઝેલ્યા દુષ્કાળો ને બે માળ સુધી ના પુરના પાણી છતા ખુશી ના પંકજ ખીલ્યાં છે.
"જય"