Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સ્વસ્થતા".
-@nugami.
સ્વાસ્થ્ય જીવમાત્ર માટે ખૂબ જ જરૂરી છે.
શારીરિક સ્વાસ્થ્ય કેળવવા વ્યક્તિ બધું કરી છૂટે છે.
જીમ જશે,કસરત કરશે,જમવા માટે ના નિયમ પાળશે, આરોગ્યવર્ધક બધા જ નુસખા એ અજમાવશે.
પણ શું શારીરિક સ્વાસ્થ્ય જ મહત્વનું છે? માનસિક સ્વાસ્થ્ય નું કેટલા વિચારે છે?

હાલ ના સમય માં વ્યક્તિ માનસિક રીતે થાકેલો , હારેલો જોવા મળે છે.
દરેક વ્યક્તિ દરરોજ કોઈ ને કોઈ દુઃખ થી પીડાય છે.
કોઈ અપમાન થી,કોઈ વિશ્વાસઘાત થી,કોઈ આર્થિક રીતે,કોઈ સંબંધો થી,કોઈ પોતાના અંગત ને ગુમાવી નાખવાના ડરથી......આવા ઘણાં કારણો સફળ છે, વ્યક્તિની માનસિક સ્થિતિ ને ડામાડોળ કરવા માટે.

અને આપણે આ બધા જ કારણોને જાણે અજાણે મંજૂરી આપી દઈએ છીએ પોતાની જાત ને દુઃખી આત્મા બનાવવા...

આ બધા થી પર પણ એક દુનિયા છે વ્યક્તિની પોતાની,
અને એ જીવવા વ્યક્તિ એ પોતાનું મનોબળ વધારવા પ્રયત્ન કરવા જોઈએ .

જેમ શારીરિક સ્વાસ્થ્ય જાળવવા સારો આહાર જરૂરી છે.
એજ રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવવા પણ સારા વિચારો,તટસ્થ મન,સારા પુસ્તકો,સારું વાતાવરણ,સારા કર્મો,સારા વ્યક્તિનો સહકાર ખૂબ જ જરૂરી છે.

વ્યક્તિએ માનસિક રીતે એટલા મજબૂત બનવું જોઈએ કે,ગમે તેવી ખરાબ પરિસ્થિત આપણા જીવન પર હથોડાના ઘા કરે,
પણ એ ઘા થી ઘાયલ ના થતાં, સુંદર ઘાટ માં એ પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા કેળવી શકે ,
અને એ માટે જરૂરી છે હકારાત્મકતા......
જે હંમેશા વ્યક્તિના વ્યક્તિત્વને દિન પ્રતિદિન મજબૂત બનાવવા ની ક્ષમતા ધરાવે છે.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111689720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now