Gujarati Quote in Motivational by Rutambhara Thakar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હું છું ને..!*

હું છું ને....!
કેટલું સરસ વાક્ય છે..!
ઉર્જાસભર અને ઉર્મિસભર..!
ગમે તેટલા થાકેલાં,હારેલા કે નાસીપાસ હોવ પણ જો આ એક જ વાક્ય તમે સાંભળો ને તો ગજબની ઉર્જાથી ભરાઈ જાવ.

આ ભાગાદોડીવાળી જિંદગીમાં આમ તો પોતાના ભાગનાં બધા જ અવરોધ,અંતરાય કે વિઘ્ન વ્યક્તિએ પોતાની જાતે જ આગવી સૂઝબૂઝથી પાર કરવાના હોય છે પણ જો એમાં જો તમારાં કોઈપણ કામમાં તમારી પડખે ખાલી ખભે હાથ મૂકી ફક્ત એક વાત બોલે,"હું છું ને તારી સાથે..! " ચાલ,આપણે સાથે મળીને કરી લઈશું...!

ઓહોહો....,
આટલું જ સાંભળીને વ્યક્તિને પોતે એક વિશેષ વ્યક્તિત્વ હોવાનો જે ગર્વભાવ જાગે છે એનાંથી એનાં મનનો ભાર અડધો થઈ જાય છે અને તેને બેવડાં જોરથી કાર્ય કરવાની ઉર્જા સાંપડે છે.
*હું છું ને...!*
આ વાક્યનો જાદુ ભલભલા નાસીપાસ લોકોના જીવનમાં એક લાગણીનું ઝરણું બની વહેવા લાગે છે,વ્યક્તિ નવેસરથી બેઠો થાય છે.
રાખમાંથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠા કરી શકે એટલી શક્તિ આ વાક્યમાં છે..!
એ વાત સર્વવિદિત છે ,આપણે સહુએ એનો અનુભવ વત્તેઓછે અંશે કરેલો જ છે.

હું છું ને..!આજનાં આ કાળમાં એ ફક્ત બોલના રૂપે પણ જો સંભળાય તો ય ઘણું અસરકારક છે. આ વાકય ઘણાય લોકોને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢીને,
આત્મવિલોપન કરતાં અટકાવવામાં સહાયક બનશે.
લાગણીશીલ અને એકલા રહેતા કે એકલતા અનુભવતા વ્યક્તિઓ માટે એકસોને આઠ પુરવાર થાય એવું વાક્ય છે....એ છે...
*હું છું ને તારી સાથે..!*
સૌ સારા વાનાં થશે..!

©️ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Motivational by Rutambhara Thakar : 111689287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now