"મન પર વિચારો નું શાસન..."
-@nugami.
વ્યકિત કોઈ પણ કામ કરે છે ,એ પહેલાં વિચાર તો જરૂર કરે છે.
પછી એ કામ સારું હોય કે ખરાબ,પણ વિચાર તો એ કરે છે.
વિચારો નું વાવાઝોડું જો સાચી દિશામાં હોય તો,વ્યક્તિ સારું,અને સાચું જીવન જીવવા પ્રયત્ન સારા કરી શકે છે.
પણ,એ વાવાઝોડું જો ખોટા માર્ગે વાય,તો વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખવાની ક્ષમતા એ ખરાબ વિચારો ધરાવે છે.
હંમેશા ખરાબ વિચારો પર નિયંત્રણ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
હંમેશા ખરાબ પરિસ્થિતિમાં પણ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા પ્રયત્ન કરવો જોઈએ.વ્યક્તિ ને બહાર ની કોઈ પણ આફત હરાવી શકતી નથી, જ્યાં સુધી એ મન થી પોતે હાર ના માની લે ત્યાં સુધી.
વિચારોનો ઉદભવ મન માં જ થાય છે ,
તો એ ઉદભવના મૂળ સારપની મજબૂતાઈથી રોપવા પ્રયત્ન શા માટે ના કરીએ?
કારણ,
વિચારો નું અંધારું, અમાસ ના અંધારા કરતાં પણ ભયાનક હોય છે.
-@nugami