*તન મન ધન લઇ ગુરુજીને સોંપ્યા,*
*દુબધ્યા છોડી રેવું નિર્ગુણ દાવે...*
સદગુરુ પ્રત્યે સમર્પણ કરીયે, પણ સમર્પણ કેવું હોવું જોઈએ...? ત્યારે જીવણબાપા કહે છે *"તન મન ધન લઇ ગુરુજીને સોંપ્યા,* તનનો ઉપયોગ સદગુરુ કહે તે રીતે કરવો, તન સદગુરુને સોંપી દીધું, એટલે કે સદગુરુના માર્ગદર્શન મુજબ ચાલવું જોઈએ, આપણા શરીરની પણ ઘણી ખોટી આદતો છે જે સાધનામાં બાધા ઊભી કરે છે, તો મન પણ સદગુરુને સોંપવું જોઈએ, મન નહીંતર પોતાની રીતે જયાં ત્યાં ભમ્યા કરે છે ડોલ્યા કરે છે, હવે આ મન પણ સદગુરુને સમર્પિત અને ધન પણ....