Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નરસી મહેતાની વાણી....
..................................
નારાયણનું નામજ લેતા
વારે તેને તજીયે.
નારાયણનું નામજ લેતા.ટેક....

કુળને તજીયે કુટુંબને તજીયે.
તજીયે માં અને બાપ રે.
ભાંગીને સુત દારાને તજીયે.
જેમ તજે કાચળી સાપ રે...
નારાયણનું નામજ લેતા.ટેક...

પ્રથમ પીતા પ્રહલાદે તજીયો.
નવ તજીયુ હરિનું નામ રે.
ભરત સ્ત્રૂઘનયે તજી જનેતાને.
નવ તજીયુ હરિનું નામ રે...
નારાયણનું નામજ લેતા.ટેક...

ઋષિ પત્ની શ્રી હરીને કાજે.
તજીયા નિજ ભરથાર રે.
તેમાં તેનું કાઈ ગયું નહી.
પામી પદાર્થ ચાર રે...
નારાયણનું નામજ લેતા.ટેક...

વ્રજ વનીતા વિઠલને કાજે.
સર્વ તજી વન ચાલી રે.
ભણે નરસૈંયો વૃંદાવનમાં.
મોહન વર શું મહાલી રે...
નારાયણનું નામજ લેતા.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ...

Gujarati Religious by બાબા સત્સંગી : 111684791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now