સવારામ બાપુ ની વાણી
✍️ રાગ :ધોળ✍️
એ જી જેના દર્શનથી દુઃખ જાય એવાં સાચાં હવે શે મળે, ટેક,
સાચાં ને શીશ અર્પીએ રે સાચાં નો કરીયે સંગ,
આવા ગમન તેનાથી ટળે જેનાં નિત નિત સવાયા રંગ, એવા જેના દર્શનથી,
એવી સાચે વસ્તુ સાંપડે થાય સંસયનો ભંગ બહું દુઃખે બદલે નહીં રે,
જેને આઠે પહોર ઉમંગ,
એવા જેના દર્શનથી,
એવા સાચાં સાહેબનું અંગ છે રે ત્યાં ધણી રહે છે સદાય સંગ સાચ વસે જેનાં શરીરમાં જેના ઢાંકા રહે નહીં ઢંગ, એવા જેના દર્શનથી,
એવો સ્નેહ તોડાવે સાચનો રે ઓલા બે દલવાળા બગ, સદગુરૂ ચરણે દાસ સવો કહે રે મારે થાશો નહીં એમનો સંગ, એવા જેના દર્શનથી,
👏સંતોના ચરણોમાં વંદન👏