જબ તક આશા શરિરકી, નિર્ભય ભયા ન જાય,
કાયા માયા મન તજે, ચૌપટ રહા બજાય.
અજહુ તેરા સબ મિટે, જો જુગ માને હાર,
ઘરમેં ઝગડા હોત હય, સો ઘર જારહિ ઘર.
અજહુ તેરા સબ મિટે, જો મન રાખો ઠોર,
ગમ હો તે સબ છોર દે, અગમ પંથકુ દોર.
મેં મેરા ઘર જાલ્યા, લિયા પલિતા હાથ,
જો ઘર જાલો આપના, તો ચલો હમારે સાથ.
હે ,જે વાતુ કરે કપટ , ને કરે વ્યવહાર લપટ,
એ જન તો ભારે અગન સમા, આઘેથી પણ આપે સજા.
અર્થાત: જે માણસ વાતોમાં કપટ કરે અને વ્યવહારમાં લુચ્ચા હોય , એવા લોકોને ભયંકર અગ્નિ સમાન જાણવા જે દૂર બેઠાં બેઠાં પણ સજા કરે. ( દઝાડે / હેરાન કરે ) .
હે , આધિ પરખે ખરા મિત્ર , ને ઉપાધિ પરખે સ્વજન
પણ વ્યાધિમાં જે જતન કરે ,ઈ પરખિ તો જનિ રતન
અર્થાત: જ્યારે માનસિક દુ:ખ હોય ત્યારે ખરા મિત્રની ઓળખ થાય , જ્યારે આર્થિક દુ:ખ પડે ત્યારે સાચા સગા-સબંધીની ઓળખ થાય , પણ જ્યારે રોગના દર્દથી પીડિત હોય અને જે આપણી કાળજી રાખે તે પરખાવનાર સ્ત્રી તો રતન કહેવાય.
જનની જણ તો ભક્ત જણ , કાં દાતા કાં શૂર
નહીતર રહેજે વાંઝણી , પણ મત ગુમાવીશ નૂર
અર્થાત: હે જન્મ દેનારી મા જો તું કોઈને જન્મ આપે તો તે ભક્ત હોય , કોઈ દાનવીર હોય કે કોઈ શૂરવીર હોય. નહીં તો તું ભલે અસંતાન સ્ત્રી બની રહો પણ તું તારી પ્રભા ના ત્યજીશ.
હે નારી તું નારાયણી , નારી છે રતનની ખાણ ;
નારીથી નરની પ્રજાત રે, જણ્યા ધ્રુવ પ્રહલાદ સમા
અર્થ છે : નારી લક્ષ્મીનું સ્વરૂપ છે. નારી રત્નોની (ગુણો) ખાણ છે. નારીથી ઉત્તમ પુરુષોની પેઢી પેદા થાય છે જે ધ્રુવ અને પ્રહલાદ જેવા બને છે.
વા ફરે વાદળ ફરે ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ છે : પવનનો વેગ ક્યારેક ફરે. વાદળની દિશા કદાચ ફરે. પણ જે શુરવીર હોય તે આપેલો કોલ અને કહેલો વેણ કદી તોડતા નથી ભલે પછી પશ્ચિમમાં ઉગે સૂરજ.