શબ્દોમાં કહેવાપણુ ય, ફક્ત હોય છે,
ઝખ્મો થી પીડાઈ ને , મુક્ત હોય છે.
કંડારવી આંખો નહીં ત્યાં આંસુઓથી,
યાદો મહીં વિરહી ,જો લિપ્ત હોય છે.
શરમાઇ ને હો ત્યાંય,લાજીને લજામણી,
ત્યાં લાગણીઓ, ક્યાંક ચ્યુત હોય છે.
સાચે હ્રદયમાં હો ખરેખર અનુભૂતિ જરા,
પ્રેમાળતા ત્યાંયે કદી ,જો સુપ્ત હોય છે.
આનંદ દુનિયા છે ,મુસાફર જો ખરેખરે,
આત્મા તણાં જો , હાસ્ય ગુપ્ત હોય છે.
-મોહનભાઈ આનંદ