ઘડપણનો વિસામો વૃદ્ધાશ્રમ,
વૃદ્ધોનો સહારો વૃદ્ધાશ્રમ.
સાચવ્યા જે વડીલોએ,
પોતાનાં સંતાનો પ્રેમથી,
મૂકી ગયા એ જ સંતાનો
આ વડીલોને વૃદ્ધાશ્રમ.
કહે છે લોકો કે રહે છે
માત્ર સાસુ સસરા જ
વૃદ્ધાશ્રમમાં!
જોયા છે ક્યારેય મા બાપને
વૃદ્ધાશ્રમમાં?
પ્રશ્ન મારો એ કહેનારને,
શું હતા એ માતા પિતા?
કે બની રહ્યાં એ માત્ર
સાસુ સસરા?
નથી આવતી દિકરી
સાસરેથી પિયર ત્યારે
અકળાય છે આ માતા પિતા,
અને જવું છે વહુએ પિયર
ત્યારે બને છે એ સાસુ સસરા.
દિકરી મારી લાડકવાયી,
અને વહુ??????
નથી વાંક માત્ર વહુનો,
નથી માત્ર એ જવાબદાર,
કે વધી રહ્યાં છે આટલા
બધાં વૃદ્ધાશ્રમ!!!
જ્યારે બનશે દરેક
વહુ દિકરી સમાન,
દીકરીનું સાસરું અને
વહુનુ પિયર જ્યારે
મેળવશે સરખા સન્માન,
થશે દૂર ત્યારે તમામ
વૃદ્ધાશ્રમ!!!!!!
- સ્નેહલ જાની