Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સંતાન."
-@nugami.
સંતાન સંતાન જ હોય છે.એ લાયક કે નાલાયક નથી હોતું.

દરેક મા બાપ પોતાના સંતાન ને બધું જ સુખ આપવા માટે બધું જ કરી છૂટતા હોય છે.

વાત જો હોય દીકરી ની ,તો દીકરી અભ્યાસ માં સારી હોય,કારકિર્દી સારી બનાવી હોય,તો ઘણાં માતા પિતા એમ કહેતા હોય છે,"મારો દીકરો હોંશિયાર છે,મારો દીકરો ખૂબ સમજદાર છે".

દીકરી ને દીકરો સંબોધી ને એને એક પગથિયું નીચું માન શા માટે આપવું?

દીકરી ને દીકરી જ રહેવા દો.

દીકરી કોઈ ની પત્ની બનશે કે કોઈના ઘરની વહુ બનશે કે સંતાન ની મા ,આખરે એ સ્ત્રી જ રહેશે.
આપણે દીકરાને તો દીકરી નથી કહેતા?
તો , પછી દીકરી ને દીકરાનું સંબોધન આપી ને સ્ત્રીની કાર્યક્ષમતા પર પ્રશ્ન શા માટે ઉભો કરવો?

સંતાનમાં હંમેશા એના માતા પિતાની છબી જોવા મળે છે.
માતા પિતા પોતાના સંતાન ને સારું જીવન મળે એ માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે.અને ધન રાશિ પણ જમા કરી ને એ સંતોષ મેળવે છે,કે મારા સંતાન ને ભવિષ્યમાં કોઈ ચિંતા નહિ રહે.

પણ વાત અહીં સપૂત અને કપૂત ની છે.
જો તમને ખબર છે કે તમારું સંતાન બધી જ રીતે હોંશિયાર છે,એનામાં સારા સંસ્કાર છે, એનામાં બધી જ આવડત છે,એને સંબંધો પણ સારી રીતે સાચવતા આવડે છે.તો પછી તમારે તમારા સંતાન ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.એ આપમેળે પોતાનું કરી લેશે અને પોતાના પગ ભર પણ જાતે થશે.એ સંબંધો અને પૈસા બધું જ સારું એવું કમાઈ લેશે.એના માટે ધન રાશિ ભેગી કરવાની કોઈ ચિંતા માતા પિતા ને રહેતી નથી.

એજ રીતે જો તમને ખબર છે કે તમારું સંતાન કંઇ જ નહિ કરી શકે,એનામાં કોઈ આવડત નથી,સારા સંસ્કાર નથી,એને દુનિયાની સમજ નથી.એને સંબંધો ની કોઈ કદર નથી.
તો આ બાબતમાં પણ માતાપિતા એ એના માટે ધન રાશિ ભેગી કરવાની કોઈ જરૂર નથી.

બંને બાબતો માં માતાપિતાએ સંતાન ના ભવિષ્ય ની ચિંતા કરવાની રહેતી નથી.

માતા પિતા એ સંતાનને મોટો કરવો,એને ભણાવવો, ગણાવવો,એને બધી જ સમજણ આપવા પ્રયત્નો કરવા જોઈએ. બસ ત્યાં સુધી જ માતા પિતાની ફરજ છે.
ભવિષ્યમાં સંતાન શું કરશે ? એનું શું થશે? એની ચિંતા સંતાન ના ઘડતર પર નિર્ભર છે.

ફૂલ નાં મૂળ મજબૂત બનાવવા છે કે કેમ? એ માળી પર આધારિત હોય છે.એ જેટલી સાચવણી કરશે,એટલું ફૂલ સુંદર બનશે.

સંતાન ને સંસાર ના દરેક તાપ માં તપવાની આવડત શીખવવામાં આવે તો એ સોનું બની ને જ બહાર આવશે.
સંતાન સંતાન જ છે.એ લાયક કે નાલાયક નથી હોતું.
-@nugami

Gujarati Motivational by Tr.Anita Patel : 111680545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now