પન્નાલાલ પટેલ ની નવલિકા '' આસમાની નજર '' તમે વાંચી છે ? 70 ના દાયકા માં [અંદાઝ છે 1972 માં કદાચ] પ્રગટ થયેલી એ આખી નવલિકા ગુજરાત થી મુંબઈ નોકરી કરવા આવેલ પુરુષ ની મુંબઈ માં રહેતી ગોવા ની યુવતી સાથે સહજ મિત્રતા બાંધવાની કોશિશ ને એનું આકર્ષણ ની વાત છે. સમય સાથે હવે તો જમાનો શું ? ટેક્નોલોજી ના લીધે એક આખો યુગ બદલાઈ ગયો છે. છતાં મુંબઈકર હોવા થી મન માં એક પ્રશ્ન ઝબકી ગયો હજી ગુજરાત ના યુવાનો ની માનસિકતા આ સોશ્યિલ મીડિયા ના જમાના માં પણ એવી જ છે ???