પ્રિય વાંચક મિત્રો,
આજે જે કંઈ પણ કહેવા માંગું છું તે વિષય છે આત્મહત્યા..
"શું આત્મહત્યા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે.!?"
જ્યારે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, ત્યારે તેની પાછળ ઘરના દરેક વ્યક્તિને વિચારમાં મૂકી જાય છે, રડતા મૂકી જાય છે,
કાયર અને ડરપોકની જેમ મરી જવું, શું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે.!? તેનો આડોશ પાડોશ મિત્ર વર્ગ અને જાણીતા સગા વાલાને ઘણું જ દુઃખ થાય છે.! જ્યારે તેની નજીકનું આત્મ હત્યા કરે છે..
કોઈની પાસે પૈસા નથી, કોઈની પાસે નોકરી નથી, કોઈની પાસે શરીરની પીડા, કોઈના માર્ક્સ ઓછા આવ્યા, કોઈ પરીક્ષામાં ફેલ થયું, કોઈએ પોતાનો પ્રેમ ખોવી દીધો, કોઈની પાસે કઈ તો કોઈની પાસે કંઈ.!! દરેક વ્યક્તિને પ્રોબ્લમ્સ તો હોય જ છે.. તો શું આત્મહત્યા કરવું યોગ્ય છે..
મારું માનવું છે કે જીવતા રહીશું તો આ બધું મળવાનું જ.. તો કેમ પરિસ્થિતિની સામે લડતા નથી.!! અને એકવાર આપેલું મહામૂલું જીવન જાતે કરીને નષ્ટ કરી નાખે છે..
ખાસ કરીને ટીનેજરોને કહેવું છે, મારી એક નમ્ર વિનંતી છે કે આત્મહત્યા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, હજુ તમારી ઉંમર શું છે.!? આટલું જલ્દી તમે કેવી રીતે હારી શકો.!? આટલા જલ્દી કેવી રીતે નાસીપાસ થઇ શકો..?
અરે, તમે એક વાર શાંતિથી વિચારીને તો જુઓ, કે મારા મર્યા પછી મારા પરિવાર નું શું થશે.!? મારા મમ્મી પપ્પાનું શું થશે.!? મારા ફ્રેન્ડનું શું થશે.!? મારા મિત્રો નું શું થશે.!? મારા ભાઈ બહેનનું શું થશે.!? તમારા મરી જવાથી શું એ લોકો શાંતિથી જીવી શકશે..!? તમારી આત્મહત્યાનો અફસોસ, તેમને પૂરી જિંદગી જીવતા જીવ મારી નાખશે.
થોભો કંઈક તો વિચાર કરો..