અતિથિ સત્કાર માં , ઊણાં હોય છે,
સ્વાર્થ માંહી ક્યાં,હ્દય કૂણાં હોય છે.
અણગમતુ બંધન જો લાગે ત્યાંય તો,
ક્યારે મન ત્યાં જો ધૃણા તો હોય છે.
રમત રમતાં ઘર તણી ત્યાંયે જૂઓ,
એજ ઘરમાં જોને, લૂણા હોય છે.
જો લજામણુ રૂપ , ઈચ્છાઓ તણું,
મન મનોરથ ભાવે , તૃષ્ણા હોય છે.
ત્યાગની વૃત્તિ, ગૃહસ્થી હોય તો,
ત્યાંય આનંદ તણાં , ધૂણા હોય છે.
-મોહનભાઈ આનંદ