અસારતા માં સાર ખોળવા ની કોશિશ છે,
નમ્રતા માં વિવેક ને પાળવા ની કોશિશ છે.
અસિમ ને બાંધે છે, સીમામાં ગજબ વાતો,
પ્રાકૃતિક પરિણામ ,માણવા ની કોશિશ છે.
ભેગો કર્યો કચરો , દુનિયા દારી તણો અહીં,
પ્રત્યાહાર કરીને ,જો, કાઢવા ની કોશિશ છે.
બહું પસારી વૃત્તિઓ ઉન્મત્ત બન્યા પછી
મનને પ્રકૃતિ માં જો વાળવા ની કોશિશ છે.
સુખદુઃખ મનોગામી ખૂદ ના હોય છે કર્મ જો
જીવનમાં આનંદ માં ,ઢાળવા ની કોશિશ છે.
-મોહનભાઈ આનંદ