Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદનું ખળખળ વ્હેતું ઝરણું
( Journey of Joy )

આજે શિક્ષણ વધ્યું છે તો પ્રશ્નો પણ વધ્યાં છે .
પ્રશ્નો એટલે પરીક્ષામાં પૂછવામાં આવે છે તે નહિ પણ જીવન વિષયક કોયડા .

પારિવારિક , આર્થિક , સામાજિક , આરોગ્ય વિષયક , બાળકોના શિક્ષણ વિષયક , મિલ્કત અંગેના આવા અનેક પ્રશ્નો માણસને જીવન દરમ્યાન મુંઝવતા રહે છે . સમયાંતરે માણસ આ બધામાં અટવાતો જોવા મળે છે . આ બધાને ઉકેલવામાં જ તેનું જીવન પુરું થઈ જતું હોય છે .

ઘણીવાર તો એવો પણ વિચાર આવે કે જો આ બધા પ્રશ્નો ન હોત તો માણસ આટલું લાબું જીવન પસાર કેવી રીતે કરત . આતો થઈ મજાકની વાત . પણ હકીકત એ છે કે માણસ નાના મોટા પ્રશ્નોમાં સતત ઘેરાયેલો જ રહેતો હોય છે . પ્રશ્નોનું સ્વરૂપ બદલાતું રહે એ વાત અલગ છે .

એવું પણ કહેવાય છે કે માણસ ખતમ થઈ જાય પણ માણસના પ્રશ્નો ક્યારેય ખતમ થતાં હોતા નથી . હવે આવી સ્થિતિમાં અટવાતો રહેતો માણસ સુખ કે આનંદની અનુભૂતિ કેવી રીતે કરી શકે .

સુખ એ માણસ માટે કલ્પવૃક્ષ સમાન છે . એટલે ઘણીવાર માણસ દિવસ્વપ્ન જોઈને સુખ માણવા પ્રયત્ન કરતો હોય છે . સુખની કલ્પના પણ આનંદ આપનારી બની રહેતી હોય છે . આ માટે શેખચલ્લીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે . મને તો શેખચલ્લી પણ ઘણીવાર ગમે છે. સુખની અનુભૂતિ થાતી હોય તો થોડી વાર માટે શેખચલ્લી બનાવામાં પણ ખોટું નથી .

આજે આટલું બસ રાખીએ . વધુ આવતીકાલે જોઈશું .

સંદર્ભ ગ્રંથ : --- " True Blessings "
લેખક : --- મહેશ ત્રિવેદી
ભાવાનુવાદ : --- જશુ પટેલ
15-03-2021

Gujarati Quotes by Umakant : 111676792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now