જાતને મારીને, જીવંત રહી જો,
મૃત્યુને મારીને, જ્વલંત રહી જો.
ત્યાગ મુર્તિ બિરાજમાન સદૈવ તું,
કોઈ ના હ્દય માં ભગવંત રહી જો.
મોજ ને મસ્તી , ઝાકળ ભીનાં દિલ,
પુષ્પો જેવાં દિલ ,ખિલવંત રહી જો.
સંબંધો માં માધુર્યને, કોમળતા મહીં,
શરણાગતિ માંહી, બલવંત રહી જો.
પ્રેમ છે ધારણ , નિર્લેપ નિખાલસ,
દિલમાં આનંદ, અનંત રહી જો.
-મોહનભાઈ આનંદ