એક સાંજે જ્યારે હશે મન ઉદાસ,
હશે હાથમાં કપ ચાનો,
બેઠા હશું બગીચે,
અને ઝૂલતા હશું હિંચકે અમે,
ત્યારે આવશે તમારી યાદ,
તમારી સાથે વિતાવેલો એ રોમાંચક સમય યાદ આવતા,
ઉદાસીન મન પણ થઈ જશે પ્રફુલ્લિત,
કારણ કે છે જ વ્યક્તિત્વ તમારું એવું,
કે દૂર કરી દે તમારી સાથેની અમારી એક મુલાકાત સઘળા દર્દ!
-Maitri Barbhaiya