રહ્યાં પશુ પક્ષીઓ મૂંગા જીવ,
તો ય માનવી ન સમજે એ જીવ.
કોઈ એમને પાળે તો કોઈ એમને સાચવે,
મોટા ભાગના એમને ધૂત્કારે.
રહ્યાં આ મૂંગા જીવ તોય
વફાદાર છે એ માનવીથી.
માનવી માનવીનો ભરોસો તોડે,
અને આ મૂંગા જીવ આપે
પ્રાણ માલિકની રક્ષા કાજે.
નથી કોઈ અપેક્ષા એને,
એ તો માંગે બસ થોડી કાળજી,
અને થોડો પ્રેમ.
- સ્નેહલ જાની