Gujarati Quote in Religious by Tr Mrs Snehal Rajan Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે હું ચર્ચા કરીશ મધ્યપ્રદેશના ખજુરાહોમાં બુંદેલક્ષેત્રમાં આવેલ 1000 વર્ષ જૂનું એવું મતંગેશ્વર મહાદેવ મમંદિર વિશે.
એવું કહેવાય છે કે ભગવાન શિવે એક મણિ સમ્રાટ યુધિષ્ઠિરને આપી હતી, જે દરેક મનોકામના પૂર્ણ કરનારી મનાય છે. સંન્યાસ ધારણ કરતી વખતે તેમણે આ મણિ ઋષિ મતંગને આપી હતી. મતંગઋષિએ આ મણિ ચન્દેલ રાજા હર્ષવર્મનને આપી હતી અને એનો યોગ્ય ઉપયોગ કરવા કહ્યું હતું.

આ મણિ સૌની મનોકામના પૂર્ણ કરતી હોવાથી આ મંદિરમાં આવનાર સૌની મનોકામના પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે દર વર્ષે આ શિવલિંગ ચોખાના એક દાણા જેટલું વધે છે.

રાજાએ આ મણિ જમીનમાં દાટીને તેની ઉપર શિવજીનું મંદિર બનાવ્યું અને તેને ઋષિના નામ પરથી મતંગેશ્વર મહાદેવ નામ આપ્યું. 9મી સદીમાં નિર્માણ પામેલ આ મંદિરમાં 6 ફૂટ ઊંચી જલધારીની ઉપર 9 ફૂટ ઊંચું શિવલિંગ આવેલ છે. જલધારીની ઉપર ચડીએ તો જ અભિષેક કરી શકાય છે. શિવલિંગ જેટલું ઉપર છે એટલું જ નીચે પણ છે. દર શિવરાત્રીએ ત્યાં જાન કાઢી શિવ પાર્વતી વિવાહ યોજાય છે.

ૐ નમઃ શિવાય
હર હર મહાદેવ🙏
- સ્નેહલ જાની

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111674867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now