આજે વાંચેલ કેટલાંક સુવિચારો:-
1. ભગવાનને આપણે આપણી ધારણા મુજબ જોવા માંગીએ છીએ. આથી એ આસપાસ હોય તો પણ જોઈ શકતા નથી.
2. વ્યક્તિએ પોતાની શ્રેષ્ઠતા અને દાનત અંત સુધી ટકાવી રાખવા જોઈએ, નહીં તો આખા જીવન દરમિયાન એકઠી કરેલી પ્રતિષ્ઠા પર પાણી ફરી વળે છે.
3. માણસ ક્યાં અને કેવી સ્થિતિમાં છે એનાં કરતાં એની વિચારવાની ક્ષમતાનું મહત્ત્વ વધારે છે.
4. પ્રામાણિકતા કોઈની ઓશિયાળી નથી.
5. કોઈની સાથે પોતાની તુલના કરવી એ દુઃખનું મૂળ છે.
6. જીવનમાં આવેલ દુઃખ કે નુકસાનથી હતાશ થવાને બદલે એમાંથી હકારાત્મક બાબત બહાર લાવવી.
7. ઘણી વખત સાચા હોવાં છતાં ચૂપ થઈ જવું પડે છે, કેમ કે સત્યના પક્ષમાં બોલવાવાળું કોઈ નથી હોતું.
8. જીવનના રોજિંદા સંઘર્ષમાં પણ આભાસી ભયથી દૂર થઈ જીત મેળવી કરી શકાય છે.