સમય કમાવાતો નથી, ઊછીનો લવાતો નથી કે કોઈ વારસામાં આપતું નથી. નસીબજોગે મળતી કોઈ એક બાબત હોય તો તે સમય જ છે. આપણા જીવનમાં મળતા સમયને બે ભાગમાં વહેંચી શકાય. એક ભાગ ‘જીવન સમય’ અને બીજો ભાગ તે ‘સક્રિય સમય’. ૬૦ વર્ષના આયુષ્યમાં ૬૦ વર્ષ ‘જીવન સમય’ છે. એ સમય દરમિયાન ચોક્કસ હેતુઓ સાથે કરાતી પ્રવૃત્તિઓ પાછળ આપણે જે સમય ખર્ચીએ છીએ, એને ‘સક્રિય સમય’ કહેવામાં આવે છે, એમાં થતો ગુણાત્મક વધારો જ જિંદગીને સાર્થક બનાવે છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi