મહાભારતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા તેમાંથી પાર્થેનોજીનેસિસના ઉદાહરણો પણ મળી આવે છે. પાર્થેનોજીનેસિસ એટલે નર જનનકોષ સ્પર્મ વગર ફકત માદા જનનકોષમાંથી જ બાળકનો જન્મ થવો. પાર્થેનોજીનેસિસની આ પદ્ધતિ મધમાખી, કીડી અને કેટલાક પક્ષીઓમાં જોવા મળે છે. એક થિયરી મુજબ પાંડવોનો જન્મ પણ કંઇક આ રીતે. જ થયો હતો.
મહાભારતમાં કર્ણ નો જન્મ કવચ સાથે થયો હતો. આ કવચ તેને કોઈ પણ પ્રકારના ભયંકર પ્રહાર સામે રક્ષણ આપતું હતું. કાચબાના શરીરની ઉપર આવેલ કઠણ સ્તર આનું ઉત્તમ ઉદાહરણ છે. જે તેને બાહ્ય ફેરફારો સામે રક્ષણ આપે છે. હવે મોર્ડન ડે વૈજ્ઞાનિકો આપણા જનીનમાં ફેરફાર કરીને આવું જ રક્ષણાત્મક આવરણ બનાવવાની કોશિશ કરે છે.